વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 નવેમ્બરે વડોદરા આવી રહ્યા છે. ત્યારે વડોદરાના નવલખી મેદાનમાં 3 હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સભા મંડપ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 ડિસેમ્બર અને 5 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે અને વડાપ્રધાન મોદી સહિતના સ્ટાર પ્રચારકોની ટીમ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે મેદાને ઉતરી છે. જેમાં ગુજરાતમાં પીએમની મોટી સભાઓ યોજવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન નવલખી મેદાન ખાતે રેલીને સંબોધશે. આ માટે મેદાનમાં જ 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે મીટીંગ હોલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડા પ્રધાન મોદી અહીં સભાને સંબોધિત કરવાના છે. અહીં ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. જો તેમની સાથે અન્ય કોઇ સ્ટાર પ્રચારક આવે તો તે બીજા હેલિકોપ્ટર દ્વારા સીધા જ સભાના સ્થળે ઉતરી શકે. વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એસપીજીના અધિકારીઓ પણ નવલખી મેદાન પહોંચ્યા છે. તેઓ હેલિપેડ અને સભા સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પહોંચ્યા બાદ ત્યાંથી નવલખી મેદાન પહોંચે તો વધુ સમય લાગશે અને રસ્તા પર સુરક્ષા વ્યવસ્થાના કારણે લોકોને અટવાવું પડશે. તો ત્યાં નવલખી મેદાનના સભા સ્થળે પીએમ મોદી માટે ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે.