મતદારોની જાણકારી વધારીને મતદાન માટે પ્રેરિત કરવા હાલમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષીના સંકલનથી પારુલ યુનિવર્સિટી ખાતે તમારા મતની કિંમત વિષયક જાગૃતિ સંવાદ તાજેતરમાં યોજવામાં આવ્યો જેમાં ૨૦૦ જેટલા યુવક યુવતીઓને મતદાનના મહત્વ સહિત વિવિધ જરૂરી બાબતોની જાણકારી આપીને, પોતે મતદાર હોય તો અવશ્ય મતદાન કરવા અને પોતાના માતાપિતા, કુટુંબીજનો અને પરિચિતોને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સંવાદ સત્રમાં ડો. સુધીર ઉપરાંત પારુલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.અમિત ગણાત્રા,ઉપ કુલપતિ ડો.એચ.એસ.વિજય કુમાર, સલાહકાર ડો.એમ.એન.પટેલ, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન ડો.મગનભાઈ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ ધર્મેશ જોષી એ મતાધિકાર અને મતદાનની અગત્યતા અંગે જાગૃતિ વર્ધક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોબાઈલ એપની મદદથી મતદાર પોતાનું મતદાન મથક કેવી રીતે શોધી શકે, ચૂંટણીઓના પ્રકારો, ચૂંટણી પ્રક્રિયા ઇત્યાદિની જાણકારી આપવાની સાથે નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. તમામે મતદાન સંકલ્પના પ્રતિકરૂપે દસ્તખત કર્યા હતા.
વડોદરા : પારુલ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ સંવાદ યોજાયો.
Advertisement