Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગોત્રી વાસણા રોડ ઉપર પાર્ક કરેલ કારના ટાયર ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

Share

વડોદરા શહેરના ગોત્રી વાસણા રોડ ઉપર વર્કશોપ પાસે પાર્ક કરેલ કારના બે ટાયર ચોરી અજાણ્યો કાર ચાલક ફરાર થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ વડગામા ગોત્રી વાસણા રોડ ઉપર ગોકુલ પાર્ટી પ્લોટની સામે કબીર ઓટોઝોન નામથી કારનું વર્કશોપ ચલાવે છે. તેમના વર્કશોપ ઉપર તુષારભાઈ લાડની સ્વીફ્ટ ડિઝાયર કાર રીપેરીંગ માટે આવી હતી. જે કાર વર્કશોપની સામેની બાજુ રોડ ઉપર પાર્ક કરી હતી. 10 નવેમ્બરના રોજ સવારે તે કારના પાછળના બે ટાયર ગાયબ હતા. વર્કશોપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો શખ્સ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે આવી ગ્રાહકની પાર્ક કરેલ સ્વિફ્ટ ડિઝાયર કારના બે ટાયર નીકાળી ચોરી કરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગૌતમ અદાણીની નેટવર્થ 39 હજાર કરોડ રૂપિયા ઘટી : ગુમાવ્યો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો એવોર્ડ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ભરૂચના નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!