Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાનાં 511 માં જન્મદિવસ નિમિત્તે હેરિટેજ વોકનું આયોજન કરાયું.

Share

વડોદરા શહેર જે સંસ્કારી નગરી તથા કલાનગરી તરીકે ઓળખાય છે. આ વડોદરા શહેરનો આજે 511 મો જન્મદિવસ છે. જેને વડોદરાવાસીઓ અનોખી રીતે મનાવી રહ્યા છે. તારીખ 18 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષિત હેરિટેજ વોક સહિત પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે.

આજરોજ સવારે માંડવી હેરિટેજ વોકનું આયોજન ઇતિહાસવિદ્દ અને આર્ટ કંઝર્વેટર ચંદ્રશેખર પાટીલ દ્વારા કરવામાં આવ્યું. આ હેરિટેજ વોકમાં 50 થી વધુ લોકો જેમાં શાળાનાં બાળકો સહિત શહેરના લોકો પણ જોડાયા હતા. ઇતિહાસવિદ્દ અને આર્ટ કંઝર્વેટર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, આ હેરિટેજ વોકનું આયોજન ખાસ એટલા માટે યોજવામાં આવ્યું છે કારણ કે, વડોદરાના લોકો જાણે કે વડોદરા શહેરનો વારસો શું છે અને કેટલા અદ્દભુત સ્થળ, શહેરની પોળ, મંદિરો, મસ્જિદો, ચાર દરવાજા છે એનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ લાગી.

ProudOfGujarat

રાજપીપળા : બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં.

ProudOfGujarat

ખુશીનું વાતાવરણ માતમમાં ફેલાયું : રાજકોટ – ભાવનગર હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો : ૩૦ નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!