Proud of Gujarat
FeaturedGujaratINDIA

છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં.

Share

આખરે ભાજપની 182 માંથી બાકી રહી ગયેલી 1 ટિકિટનું કોકડું જે ગુંચવાયું હતું તે ઉકેલાયું છે. માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ કરાયા છે. આ બેઠકમાં વિલંબ થતા બધાને લાગતું હતું કે, યોગેશ પટેલનું પણ પત્તુ કપાશે પરંતુ તેઓ રિપીટ થતા ટિકિટનું ટેન્શન તેમના માટે પણ દૂર થયું છે.

આનંદીબેનના પુત્રી અનાર પટેલના નામની પણ ચર્ચા હતી. જોકે મોડી રાત્રે જુના જોગી યોગેશ પટેલને રિપીટ કરાતા તેઓ આઠમી વખત ચૂંટણી લડશે. આ ઉપરાંત અતુલ પટેલના નામની પણ ચર્ચા હતી. આ બેઠક એવી હતી કે જ્યાં ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા સુધી કોઈ નામ નક્કી થઈ શક્યું ન હતું પરંતુ આખરે જૂના જોગીને ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

ભાજપ દ્વારા 182 મી ટિકિટોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી ભાજપનું જીત એ જ માત્ર લક્ષ્યાંક આ વખતે રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે માંજલપુર વિધાનસભા બેઠક પરથી યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવતા તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે રેલી કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ભાજપના સમર્થકો પણ તેમની રેલીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે હું બહુમતીથી જીતીશ જોકે, ઘણા લાંબા સમયથી તેઓ જીતતા આવ્યા છે. અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે.


Share

Related posts

સુરત : આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર : ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયુ..!

ProudOfGujarat

વડોદરા : ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

બેફામ બનેલા નશાનાં વેપલા કરતાં તત્વો સામે પોલીસ કડક બની, ભરૂચમાં વિવિધ સ્થળે પોલીસનાં દરોડામાં લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!