ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ 4 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે જેમાં વડોદરાની માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે કોંગ્રેસમાં પણ હજુ વડોદરા શહેર બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
ત્યારે વડોદરા શહેરમાં ભાજપ- કોંગ્રેસમાં 1-1 બેઠક માટે ઉમેદવારને લઈને મૂંઝવણ છે. આજે ભાજપ દ્વારા બાકી રહેલા 4 ઉમેદવારની યાદીટ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે આ યાદીમાં આ બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર થશે. જેથી કોંગ્રેસ ભાજપ બાદ ઉમેદવાર જાહેર કરશે. કેમ કે, આ વખતે ભાજપ દ્વારા કેટલાક સિટીંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા છે ત્યારે આ વખતે નારાજગીનો લાભ કોંગ્રેસ લેવા માંગે છે જેથી તેમના ઉમેદવાર કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે માટે કોંગ્રેસ આ વખતે આ ફીરાકમાં છે.
વડોદરામાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે વડોદરા શહેરની બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. હવે ભાજપ અને કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત કરશે. માંજલપુર બેઠક પરથી ભાજપના પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેના પર કાર્યકરો અને આગેવાનો નજર રાખી રહ્યા છે. આજે ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ વડોદરા વિસ્તારમાંથી ભરશે.
વડોદરાની 8 બેઠકો પરથી મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પરનો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે. જેથી મધુ શ્રીવાસ્તવે આ વખતે દાવેદારી વિપક્ષ તરીકે નોંધાવી છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.