વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ યાયાવર પક્ષીઓ માટે મુખ્ય કેન્દ્ર બિંદુ હોય છે. જેને લઇ શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વેકેશન ગાળવા માટે વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. જેથી આજરોજ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂઆત કરી હતી જેમાં બપોર સુધી 44 હજાર જેટલા પક્ષીઓની ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી. ડભોઇ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ યાયાવર પક્ષીઓ ત્રણ મહિના વેકેશન ગાળવા માટે આવી પહોંચે છે ત્યારે તેને જોવા માટે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વનવિભાગ દ્વારા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે પક્ષીઓની સંખ્યા સ્પષ્ટપણે ઓછી જોવા મળતી હતી કારણ કે ગત વર્ષો કરતાં આ વર્ષે વરસાદ વધારે હોવાથી દરેક સરોવરો તેમજ તળાવો પાણીથી છલોછલ થયા છે.જે પક્ષીઓને ઓછું પાણી પસંદ હોય છેેે જેને લઇ પક્ષીઓ ઝુંડના બદલે છુટા છુટા થઈ જાય છે. બપોર સુધી 44 હજાર જેટલા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાંં આવી.
હજી આ ગણતરી સાંજે 8 વાગ્યા સુધી ચાલનારા હોય પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ અંદાજે ૭૦ હજાર જેટલા પક્ષીઓ આ તળાવ ખાતે હયાત છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે આટલા વર્ષો દરમિયાન આ વર્ષે આ પક્ષીઓમાં નવી બે પ્રકારની પ્રજાતિઓ મળી છે જેમાં રેડ હેડેડ બેન્ટિંગ કે જે યુરોપ કન્ટ્રીમાં વધારેે જોવા મળે છે જ્યારે ક્રેસ્ટેડ ગ્રીપ કે જે પણ યુરોપિયન કન્ટ્રીમાંથી આવે છે તેની સંખ્યા પણ વધારે જોવા મળી હતી. એ હાલ અહીંયા વઢવાણા ખાતે 100 થી વધારે જોવા મળી આવ્યા છે.
વશિષ્ઠ ભટ્ટ : ડભોઇ