Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત.

Share

વડોદરા જિલ્લાની દસ બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૫ ડિસેમ્બરના રોજ અને મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજ, વડોદરા ખાતે થનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર અને શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંહે આજે મતગણતરી સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભાવાર તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ, મત ગણતરી રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સેન્ટર, ચૂંટણી નિરીક્ષકોના કક્ષ, જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષ, કોમ્પ્યુટર કક્ષ, હરીફ ઉમેદવાર કક્ષ સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાત વેળાએ નાયબ પોલીસ કમિશનર જુલી કોઠીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ.સોલંકી સહિત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સાહસ પટેલ સહિત સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

સુરત ‘આપ’ વિવાદ:27 હિંસક કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો;ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!