Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા શહેર વાડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલે વિજય સંકલ્પ યાત્રા યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું.

Share

છેલ્લી બે ટમથી ભાજપની ટીકીટ પર વડોદરા શહેર વાડી વિધાનસભાની સીટ પર જીત મેળવનાર મનીષાબેન વકીલને ભાજપ પક્ષે વધુ એક વખત ભાજપના ઉમેદવાર તરીકે ટીકીટ આપી છે. ટીકીટ મળતા મનીષાબેન વકીલ ગ્રુપમાં ખુશીની લહેર છે સોમવારે 12:39 ના સમયે મનીષાબેન વકીલે પોતાના સમર્થકો સાથે પગપાળા વિજય સંકલ્પ યાત્રા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેલ રોડ યોતેશ્વર કમ્પાઉન્ડ સામે સવારના દસ વાગ્યાથી મનીષાબેનના સમર્થકો એકત્રિત થયા હતા અને 12 વાગ્યાના સુમારે વિજય સંકલ્પ યાત્રાનો આરંભ કર્યો હતો અને નક્કી સમયે નર્મદા ભવન પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મનિષાબેન વકીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોમવારે ફોર્મ ભરવા આવેલ મનીષાબેન વકીલની સાથે વડોદરા સાંસદ સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ વિસ્તારના ભાજપના નગર સેવકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં દિવા પંથકના ખેડૂતોએ આજરોજ એસ્સાર કંપની દ્વારા જે હાઈટેન્શન વીજ લાઇન નાંખવા માટે ખેતરોમાં રહેલા વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરતાં સ્થાનિક ખેડૂતોએ તેનો સખત વિરોધ કરી વૃક્ષો કાપવાની કામગીરીને અટકાવી દીધી હતી.

ProudOfGujarat

લીંબડી શહેરમાં ખરા બપોરે વિજળી ગુલ થતાં લોકો પરેશાન

ProudOfGujarat

૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ મથક દ્વારા સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!