વડોદરા જિલ્લાના કરજણ શહેરનાં તમામ મુસ્લિમ બિરાદરોએ CAB તેમજ NRC જેવો ધર્મ આધારિત તેમજ ભારતનાં બંધારણ વિરુધ્ધ એવો દેશને તોડનારો કાયદો જે સરકારે હાલમાં પાસ કર્યો એના વિરોધમાં શુક્રવારે કરજણનાં કાપડ તેમજ બંગળી તથા અન્ય વેપારીઓએ પણ બંધ પાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.દેશભરમાં નવા નાગરિકતા સંશોધન કાયદાને લઈ સામાન્ય જનતામાં ભારે વિરોધ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.એવામાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે મોટી સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાય શાંતી પૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.શુકવારની નમાજ બાદ મુસ્લિમ સમાજ દ્વારા વેપાર ધંધા બંધ રાખી શાંતિ પૂર્વક મૌન રેલી નું આયોજન કરજણનાં જુમ્મા મસ્જિદથી એસ.ટી ડેપો સુધીનું કરવામાં આવ્યું હતું જેમાં કરજણનાં મુસ્લિમ આગેવાનો તેમજ મૂળ નિવાસી દલિત સમાજના આગેવાનો પણ જોડાયા હતાં.કરજણ ખાતે રેલીમાં C.A.A અને N.R.C નો પ્લે કાર્ડ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી કરજણ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવામાં આવ્યા હતા જેમાં નાગરિક ધારા નો કાયદો તાત્કાલિક પરત લેવાં માંગણી કરવામા આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ