– ટ્વીટર હેન્ડલ બ્લોક કરાવવાને બદલે રાહુલ ગાંધીની વાતોને ગંભીરતાથી લો, મોંઘવારી ઓછી કરવાના પ્રયાસ કરો, અર્થવ્યવસ્થા મજબુત કેવી રીતે થાય, બેરોજગારી ઓછી કેવી રીતે થાય.
– દેશનાં પ્રધાનમંત્રી અપીલ કેમ નથી કરતા કે બધા શાંતિ અને ભાઈચારા, સદભાવનાથી રહો અને હું કોઇપણ રીતે હિંસા બરદાસ્ત નહીં કરું, આ જ તો એમને બોલવાનું છે, રાહુલ ગાંધીની આ જ તો માંગ છે.
ભારત જોડો યાત્રામાં કેજીએફ ફિલ્મનું મ્યુઝિક વગાડીને કયો મોટો ફાઉલ રમી દીધું છે, દુનિયાભરમાં જાહેરમાર્ગો પર બેન્ડ વાજા વાગે છે, લોકો ગીતો ગાય છે. યાત્રામાં હજારો લોકો હતાં, કોઇએ ગીત વગાડી દીધું એમાં તમે પુરી યાત્રાનાં ટ્વીટર હેન્ડલને કેવી રીતે બ્લોક કરો શકો આ ક્યાંનો ન્યાય છે. જે પ્રકારે દેશમાં ન્યાયતંત્ર દબાણ હેઠળ છે, જે રીતે ગેર બીજેપીનાં લોક પર ઇડી, ઇન્કમ ટેકસ, સીબીઆઇનાં છાપા પડે છે, તો શું બીજેપીનાં લોકો દૂધનાં ધોયેલા છે? આઠ વર્ષમાં એ લોકોને ત્યાં દરોડા ન્હોતા પડવા જોઇતા? અને જ્યારે ચુંટણીઓ આવે છે ત્યારે છાપાઓ પડવાનું શરૂ થઇ જાય છે.
સરકારો પાડવા અગાઉ દરોડા પાડવામાં આવે છે, ધારાસભ્યોને દબાવવામાં આવે છે અને હું પોતે રાજસ્થાનમાં આ ભોગવી ચૂક્યો છું. હમણાં પણ અમારી પાર્ટીમાં સંકટ ઊભું થયું ત્યારે પણ આ લોકોનાં છાપા પડવાના શરૂ થઈ ગયા હતાં, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ આ જ તો થયું હતું
કેજરીવાલ આટલો મોટો આરોપ લગાવે છે કે, ગુજરાત છોડવા પર તમારા એક નેતાને જેલમાંથી છોડી દઈશું, તેવો ભાજપનાં એક નેતાએ સંપર્ક કર્યો હતો. તો જે પાર્ટી દિલ્હીમાં, પંજાબમાં સરકારમાં છે અને હવે ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, એ જ કેજરીવાલ ખુલાસો કેમ નથી કરતાં કે, કોને તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, કેટલા કરોડ રૂ. નો સોદો કરવાનો પ્રયાસ કર્યો, તેનો ખુલાસો કેમ નથી કરતાં તે કરવો જોઇએ.