ગુજરાત વિધાનસભાના ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે, બે તબક્કામાં ગુજરાતી વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે બીજા તબક્કામાં વડોદરા શહેર જિલ્લામાં પણ પાંચમી તારીખે મતદાન યોજના છે ત્યારે તે પૂર્વે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં મુકાય છે જે ચૂંટણીના નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે આજે વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એવા કલેક્ટર અતુલ ગોર દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે રાજકીય પાર્ટીના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે જિલ્લા વિકાસ અધિકારી નોડલ અધિકારી તેમજ અન્ય ચૂંટણી પંચના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહાનગરના મહામંત્રી રાકેશ સેવક, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત રાજકીય પાર્ટીના આગેવાનો એ હાજરી આપી હતી. બેઠકના અંતે રાજકીય આગેવાનોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.
અત્રે નોંધનીય છે કે આ બેઠકમાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી એ શહેરમાં શાસક પક્ષ પાર્ટીના અનેક બેનર હોવાની ફરિયાદ કરી હતી જે અંગે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે તેમ ચૂંટણી અધિકારી એ બેઠકમાં જણાવ્યું હતું.
વડોદરા : જિલ્લા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અંગે બેઠક યોજાઇ.
Advertisement