મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની બનેલી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા વિવિધ કાર્યક્રમો દરમિયાન વડોદરા પોલીસ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વભરમાંથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જે દરમિયાન પોલીસ ભવન ખાતે 11 વાગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાતા શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ભક્તિગીત દ્વારા અંજલી આપવામાં આવી હતી. પોલીસ ભવન ખાતે પ્રાર્થના સભામાં શહેર પોલીસ કમિશનર ડોક્ટર સમશેરસિંગ, અધિક પોલીસ કમિશનર, નાઈબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર સહિત પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વડોદરા પોલીસ પોલીસ ભવન ખાતે મોરબીની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
Advertisement