વડોદરા સુગરના ખેડૂત સભાસદોને શેરડીના નાણાં નહીં ચૂકવાતા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ફેકટરી સામે પ્રતીક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.મંગળવારના રોજ શરૂ કરાયેલા પ્રતિક ઉપવાસથી ફરી એકવાર વડોદરા સુગર ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી વડોદરા જિલ્લામાં સૌથી મોટી અને સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરા સુગરમા ૨૦૧૮ અને ૨૦૧૯ ના વર્ષ દરમિયાન ખેડૂત સભાસદોએ વડોદરા સુગરમાં શેરડી પીલાંણ માટે આપી હતી જે શેરડીનાં નાણાં આજ દિન સુધી ખેડૂતોને નહીં મળ્યાનાં આક્ષેપ સાથે કરજણ શિનોર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ શેરડીનાં નાણાં આપવાની માંગ સાથે તારીખ ૩ ડિસેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી પ્રતિક ઉપવાસ આંદોલનનો આરંભ કર્યો હતો ખેડૂતો એ બેનરો ઉપર “વડોદરા સુગર ફેક્ટરીને ભ્રષ્ટાચાર માંથી બચાવો ” ખેડૂતો નાં બાકી નીકળતા નાણાના આપો” “અમોને ભીખ નહીં નીકળતાં નાણાં આપો” અને “સુગરના હોદ્દેદારોના વહીવટની તપાસ કરાવો” અને ભ્રષ્ટાચાર બહાર લાવો “ના બેનર લગાડ્યા હતા ખેડૂતોના પ્રતિક ઉપવાસ શરૂ થતા વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ભારે હલચલ મચી જવા પામી છે
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ