વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોંકારી ડબકા ગામના ખેડૂતો પોતાની પડતર માંગને લઈને કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા, રજુઆત માટે આવેલા ખેડૂતોનું કહેવું છે કે ખેતીના પાકને નુકસાન જતા 91 લાખ જેટલી માતબર રકમ સરકાર દ્વારા મજૂર કરવામાં આવી છે તેમ છતાં તેમને વળતર પેટે આ પૈસા મળ્યા નથી જેથી આજે કલેક્ટરને રજુઆત માટે આવ્યા હતા, જોકે સંબંધિત પોલીસ મંજૂરી વગર કલેક્ટર કચેરી પાસે ધરણા પ્રદર્શન કરતા પોલીસ દ્વારા 30 કરતા વધુ ધરતી પુત્રોની રાવપુરા પોલીસ અટકાયત કરવામાં આવી હતી. આમ રજુઆત માટે આવેલા ખેડૂતોને પોલીસ સ્ટેશનની હવા ખવડાવવાનો વારો આવ્યો હતો. ધરતી પુત્રોનો આક્ષેપ છે કે ગેઈલ કંપની તેમજ અધિકારીઓ તેમની માંગ જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ગેઈલ કંપનીના કારણે જ તેમને ખેતીમાં નુકશાન ગયું છે અને તે માટે રજુઆત કરવા આવ્યા અને પોલીસે તમામની અટકાયત કરી રાવપુરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
વડોદરા : પાદરાનાં ખેડૂતોને મંજૂર થયેલ વળતર ન ચૂકવાતા કલેકટરને આવેદન પાઠવ્યું.
Advertisement