એમ.એસ. યુનિવર્સીટીમાં પ્રથમ અને બીજા વર્ષના વિધાર્થીઓને યુનિવર્સીટીની ફેકલટીઓ તેમજ હેરિટેજ ઇમારતોથી માહિતગાર થાય તે હેતુથી સ્ટુડન્ટ યુનિયન દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ દોડનો હેતુ યુનિવર્સિટીના વિધાર્થીઓમાં એકતા અને અખંડિતતાની ભાવનાને પ્રોત્સાહન આપવા સાથે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભાઈ પટેલના યોગદાનથી વિધાર્થીઓને માહિતગાર કરવાનો હતો. એકતા દોડનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી યુનિયન અને સાયક્લો આર્મીના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યુ હતું. એકતા દોડમાં પ્રથમ અને બીજા વર્ષના 200 થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા. મેરેથોનનું પ્રસ્થાન એમ.એસ.યુનિ. ના ઉપકુલપતિ પ્રોવિજય કુમાર શ્રીવાસ્તવ અને ડો. રીના ભાટિયાએ ફ્લેગ ઓફ કરીને કરાવ્યું હતું.
મહિલા અને પુરુષ બન્ને વિભાગમાં પ્રથમ પાંચ દોડવીરોને સર્ટિફિકેટ સહિત મેડલ આપવામાં આવ્યા હતા તેમજ અન્ય સહભાગી દોડવીરોને પણ મેડલ આપવામાં આવ્યા હતા.
એમ.એસ.યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા “રન ફોર યુનિટી” મેરેથોન દોડ યોજાઇ.
Advertisement