Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગોત્રી પ્રિયા સિનેમા રોડ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ગોત્રી રોડ પર આવેલ પ્રિયા સિનેમા પાસે સ્ટાર શિલ બિલ્ડીંગની સામેના જાહેર માર્ગ પર ઇજાગ્રસ્ત વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો હતો, સ્થાનિકો એ મામલે ગોત્રી પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો.

ગોત્રી પોલીસે સ્થળ પર પોહચી તપાસ કરતા મૃતકની ઓળખ છતી થઈ હતી. મૃતકનું નામ ચંદ્રકાંત સિર્કે હોવાનું સામે આવ્યું હતું, તેમજ તે ગોરવાના રહીશ ચંદ્રકાંતભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તપાસ કરતા મૃતદેહ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે બાદ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. હાલ મામલે હત્યા છે કે કુદરતી મોત તેનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

વાગરા : થપ્પડ કાંડ, મામલતદારે દુકાનદારને તમાચો મારી રોફ જમાવ્યો, મહિલા સામે ગાળો પણ ભાંડી.

ProudOfGujarat

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

ProudOfGujarat

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બે ગામની શાળા મર્જ કરાતા વિરોધ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!