ઓર્થોપેડિકની દુનિયામાં એક નવુ આધુનિક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ઉદ્યોગ સાહસિક પંકજ છત્રાલા એ વર્ષ 2015 માં ઓર્થોહિલ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જે ઓર્થોપેડીકમાં અનોખી વસ્તુ બનાવે છે. જીવનમાં ક્યારેક તો ફ્રેક્ચર થાય છે. જેમાં કાસ્ટ એ ટ્રીટમેન્ટના ભાગ રૂપે વપરાતું હોય છે. કાસ્ટ નામ પડે એટલે હંમેશા દિમાગમાં એક જ નામ આવે એ છે પ્લાસ્ટર કાસ્ટ. જેમાં લોકો બેચન થતા હોય છે, પરસેવો થાય, ખંજવાળ આવતી હોય છે. જેમાં એક નવીનતા એક નવી ટેક્નોલોજી માર્કેટમાં આવી છે, જેનું નામ છે ફ્લેક્સી ઓ.એચ. (FlexiOH).
ઓર્થોપેડિક દુનિયામાં અનોખું સ્ટાર્ટઅપ….
FlexiOH એ ઓર્થોપેડિક કાસ્ટમાં સૌથી એડવાન્સ કાસ્ટ છે. આ એક ઓર્થોપેડિક ઈમોબિલાઈઝર છે, જે ફ્રેક્ચર થયેલા ભાગને પકડી રાખવાની સાથે સાથે ત્વચાને યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરે છે. FlexiOH ને ઇજાગ્રસ્ત ભાગ પર પહેર્યા પછી, લાઇટ ટ્રીટમેન્ટ ઉપચાર પ્રક્રિયાને પૂર્ણ કરે છે અને FlexiOH ને સખત બનાવે છે. FlexiOH ઈમોબિલાઈઝરના કદના આધારે આ પ્રક્રિયા ઝડપી છે અને માત્ર 3-10 મિનિટ લે છે. ઉપચારના કોર્સ પછી, FlexiOH ને કોઈપણ અન્ય બાહ્ય કાસ્ટ કટર અથવા સ્પ્રેડરનો ઉપયોગ કર્યા વિના દૂર કરી શકાય છે. આ પ્લાસ્ટરની ડિઝાઇન અને સામગ્રી દર્દીને શ્રેષ્ઠ આરામ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. તથા એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તૂટક તૂટક હોલો જગ્યાએથી હવાના પરિભ્રમણ અને ચામડીની સપાટી પરથી પરસેવો અથવા પાણીના બાષ્પીભવનની સુવિધા આપે છે. જેને સંપૂર્ણ પણે ધોઈ શકાય છે અને ઓક્સિજન પૂરતો મળી રહે તેવું છે.
FlexiOHનો વિચાર આવ્યો ક્યાંથી ???
પંકજ છત્રાલા એ જણાવ્યું કે, મેં MBBS ગ્રેજ્યુએશન ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર કરેલું છે. IIT ખડકપુરમાંથી માસ્ટર્સ કર્યું છે. જયારે ઓલ ઈંડિયા મેડિકલ સાયન્સ (AIMS) દિલ્હીમાં એકેડમિક પ્રોગ્રામ હતો, ત્યારે ઓર્થોપેડીકના ડિપાર્ટમેન્ટમાં એટલા બધા કાસ્ટ એપ્લિકેશન થતા હતા, ત્યારે મેં નિરીક્ષણ કર્યું કે, કાસ્ટ એક એવી વસ્તુ છે કે જેમાં દરેક દર્દીને તકલીફ પડે છે. છેલ્લા ઘણા દાયકાથી આમ કોઈ ફેરફાર પણ કરવામાં આવ્યો નથી. જેથી આ એક એવો સમય હતો કે વિચારવાની તક મળી કે, એક નવો કાસ્ટ બનાવીએ કે જે દુનિયામાં એક ઓર્થોપેડિક ટ્રીટમેન્ટમાં એક અગત્યનું ઈંવેંશન સાબિત થાય.
શું છે આ FlexiOH ???
ફ્લેક્સી ઓ.એચ. એક અગત્યની ટેક્નોલોજી છે, જેને બનાવતી વખતે ખુબ જ ઊંડાણપૂર્વક રિસર્ચ કરેલું છે. આખો પ્રોડક્ટ સિલિકોનથી બનાવેલ છે. ખુબ જ કોમળ અને ઇલાસ્ટીક વાળું છે. જયારે દર્દીના હાથે લગાડવામાં આવે છે ત્યારે ખુબ જ કમ્ફટેબલ ફીલ થાય છે. અને એના ઉપર બ્લુ લાઈટ મારવાથી એ કઠણ બની અને હાથ કે પગના આકારનું બની જતું હોય છે. આ બ્લુ લાઈટ પણ જાતે જ બનાવામાં આવી છે. આ પ્રોડક્ટ બનાવતા લગભગ સાડા ત્રણથી ચાર વર્ષનું રિસર્ચ અને ડેપલોપમેન્ટનો સમય લાગ્યો. જયારે કંપની 2015 માં શરૂ કરી હતી, ત્યારે આ ફક્ત વિચારમાં જ હતું. પછી સરકાર તરફથી ફંડ પ્રાપ્ત થયું અને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કર્યું. જયારે પહેલી પ્રોડક્ટ બનાવી હતી ત્યારે એક પ્રોડ્કટ બનતા 5 દિવસનો સમય લાગ્યો હતો. અને હવે આ દર પાંચ મિનિટે એક પ્રોડક્ટ બને છે. ઇનહાઉસ પ્રોડક્શન વડોદરામાં કરવામાં આવી રહ્યું છે.
10 મિનિટમાં આખી ટ્રીટમેન્ટ પૂર્ણ થઇ જાય….
જયારે પણ કોઈને ફ્રેક્ચર થાય તો ઓર્થોપેડિક સર્જનની સલાહ લેવી અનિવાર્ય હોય છે. ત્યારે સર્જન હવે ઓપ્શન આપશે કે રેગ્યુલર કાસ્ટ કે પછી નવા ટાઇપનો કાસ્ટ વાપરવો. આ કાસ્ટ ઓર્થોપેડિક સર્જન જ તમને લગાવી આપશે. અને આની ટ્રિટમેન્ટપણ ખુબ જ સરળ છે. તમામની સાઈઝ પ્રમાણે કાષ્ટ બનાવવામાં આવ્યા છે. જેથી ડોક્ટર દર્દીના હાથ કે પગની સાઈઝ માપી અને ત્યાર બાદ આ કાસ્ટ લગાવી આપે છે. અને ખુબ જ ઝડપી ટ્રીટમેન્ટ છે. 10 મિનિટમાં આખી ટ્રીટમેન્ટ પૂર્ણ થઇ જાય.
પ્લાસ્ટર ઓફ પેરિસ અને FlexiOH વચ્ચેનો તફાવત…
પ્લાસ્ટર ઓફ પેરિસ નવા પાણીથી બચાવીને રાખવું પડે છે, જયારે આને પાણીથી ધોઈ પણ શક્ય છે. રોજીંદી અને દૈનિક પ્રાક્રિયાઓ આરામથી કરી શકો છો. પ્લાસ્ર્ટ ઓફ પેરિસના પટમાં બે અઠવાડિયા પછી એન્ડની બાજુ ખંજવાળ અને ગંધાશે. પણ આમ તમે પહેલા દિવસથી જ નાહી શકો છો. કાસ્ટ ભીનો થશે પણ એ 20 મિનિટમાં સુકાઈ પણ જશે. હાઇજીન મેન્ટેન થાય છે. પ્લાસ્ટર ઓફ એરી એ 1 જનરેશન ઓર્થોપીએડીક કાસ્ટ છે. જયારે આ 6 જનરેશન કાસ્ટ છે.
FlexiOH શેનું બનેલું છે ???
FlexiOH એ એક સિલિકોન રબર, જેલ – જે લાઈટથી ક્યોર થાય છે – જે જેલમાંથી પ્લાસ્ટિકમાં રૂપાંતર થાય છે, ફોર્મ લગાડેલું છે – જે સ્કિનનને સોફ્ટ ટચ આપે છે – સ્કિન માટે સેફ છે. આનાથી કોઈ પણ એલર્જી થતી નથી. FlexiOHને ઇન્ડિયન FDA એપ્રુવલ મળેલું છે, જે CDSCO તરીકે ઓળખાય છે. તથા યુ.એસ. નું FDA, યુરોપનું CE માર્ક છે. ઓસ્ટ્રેલિયા, કોરિયા અને તાઇવાનમાં પણ રજીસ્ટર છે. તમામ મેડિકલ ટેસ્ટમાં ખરું ઉતરેલું છે. કોલીટી મેનેજમેન્ટના સર્ટિફિકેટ જેમ કે, ISO અને બાયો મેડિકલ સેફટી એના સર્ટિફિકેટ પણ મેળવેલા છે.
45 દેશોમાં એકસપોર્ટ કરેલ છે…
આ પ્રોડ્કટને 45 દેશોમાં એકસપૉર્ટ કરેલું છે. અને એમાંથી 20 થી 25 દેશોમાં રેગ્યુલર વપરાશમાં છે. યુ.એસ. માં સૌથી વધુ વપરાશ છે. 250 -300 ક્લિનિક આનો ઉપયોગ કરે છે. છેલ્લા બે વર્ષનો આ ડેટા છે. 2020 થી પ્રોડકટને માર્કેટમાં મૂકી છે. ભારતમાં જાન્યુઆરી 2022 થી માર્કેટમાં છે. આજના દિવસે 100 ઓર્થોપેડિક સર્જન વાપરી રહ્યા છે. અત્યારે સુધી 20,000 પ્રોડક્ટ માર્કેટમાં વેચી છે. માર્કેટભાવ સાઈઝ અને શેપ પર નિર્ભર કરે છે. જે રૂપિયા 3500 થી લઈ 10,000 સુધીનો ભાવ છે.
સરકાર તરફથી 4 કરોડની ગ્રાન્ટ…
સરકાર તરફથી એમાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેક્નોલોજીનો સારો સહકાર મળ્યો છે. જેમાં દરેક તબક્કે ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આઈડિયાથી લઈ પ્રોડક્ટ બનવા સુધીમાં રૂપિયા 4 – 4.5 કરોડની ગ્રાન્ટ મળી છે. ગવર્મેન્ટ ઓફ ઈંડિયાનો સારો સહકાર આપ્યો છે, એવું ઉદ્યોગસાહસિક પંકજ છત્રાલા એ જણાવ્યું.