હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કુંભારો દ્વારા માટીના દીવડાઓ તોરણો બનાવવાની કામગીરી ચાલી રહી છે. તદુપરાંત દરરોજના 500 થી 600 જેટલા દિવડાઓ બનાવી રહ્યા છે. આ દીવા માટેના કોડિયા બનાવવા માટે ખાસ ખેતરની માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક કોડિયાનો ભાવ 70 પૈસા જેટલો છે. વડોદરા સિવાય શહેરની આસપાસ આવેલા તમામ નાના-મોટા ગામોમાં પણ આ કોડિયા મોકલવામાં આવી રહ્યા છે.
અત્યારે માર્કેટમાં ચાઈનીઝ લાઇટિંગવાળી સીરીઝો તથા ઇલેક્ટ્રીક બલ્બવાળા દીવડાઓ પણ ઉપલબ્ધ છે જેને લઈને માટીના દીવડાવોની માંગમાં થોડી ઘણી અસર જોવા મળી છે. કુંભારોનું કહેવું એમ છે કે ભલે ગમે તેટલા કલરફુલ લાઇટિંગની સિરીઝો આવે પરંતુ આ દીવડાઓની જગ્યા કોઈ લઈ શકશે નહીં જે પરંપરા છે એ પરંપરા મુજબ જ માટીના દીવડા લોકો ખરીદશે અને પોતાના ઘરે પ્રગટાવશે તથા વિદેશી માલને બદલે પોતાના શહેર અને ગામમાં બનતી વસ્તુઓને અપનાવી જોઈએ જેથી કરીને દિવાળીમાં આપણા ઘરની સાથે સાથે કુંભારના ઘરે પણ દીવા પ્રગટે એવું કંઈક કરવું જોઈએ.
દિવાળીમાં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા વડોદરામાં કુંભારો એ માટીના દિવડા બનાવવાનું શરૂ કર્યું.
Advertisement