વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો સોમવારે સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે, અને યુનિવર્સિટીનીના હોસ્ટેલ કેમ્પસમાં આવેલા એમ એમ હોલના રૂમ નંબર 38 માં પાર્ટી થઈ હતી તે રૂમને સીલ કર્યો છે, સમગ્ર ઘટના અંગે યુનિવર્સીટીના એમ.એમ હોલના વોર્ડન વિજય સોલંકી એ જણાવ્યું હતુ કે આ પાર્ટીમાં 10 થી 12 જેટલા લોકો હતા, જે રૂમમાં પાર્ટી થઈ તેમાં એક્સ સ્ટુડન્ટસ પણ હાજર હતા જ્યારે વોર્ડને ચોકવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ડ્રિન્કસ પાર્ટી પણ યોજાઈ જેને લઈને વિશ્વ વિખ્યાત યુનિવર્સીટીને ગરીમાં લજવાઈ છે, પાર્ટીમાં સામેલ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા યુનિવર્સિટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે ચિકન અને દારૂની મહેફિલમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એમ.એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વર્ષોથી દાદાગીરીથી રહેતા બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા માંગ ઉઠી છે હવે જ્યારે તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાર્ટી કરનાર સામે કેવા પગલાં લેવામાં આવે છે તે એક સવાલ છે.