Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની યોગીનગર સોસાયટીમાં તસ્કરો મહિલાનો અછોડો તોડી ફરાર.

Share

વડોદરામાં દિવસેને દિવસે અછોડા તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસનો ખૌફ અછોડા તોડોમાંથી દુર થઇ રહ્યો હોવાનો અંદાજો આ વાત પરથી લગાડી શકાય છે. શહેરના વાસણા રોડ પર આવેલા ડી માર્ટ ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. સ્વામીનારાયણ મંદિર પાછળ યોગી નગર સોસાયટી આવેલી છે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અહિંયાથી પસાર થતી મહિલાનો અછોડો અજાણ્યા વાહન સવાર તોડીને ફરાર થયા છે. ઘટના સામે આવતા અછોડો તુટવાની ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી છે. જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઇને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

શહેરમાં તહેવાર નજીક આવતા વધતી જતી ચોરી, તથા લૂંટની ઘટનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે નહિ તો આવનારા સમયમાં અનેક પરિવારોને તહેવાર બગડી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આદ્યમહેશ્વરી સોસાયટીમાં બે મકાનો નેનિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો

ProudOfGujarat

રામ ભરોસે ભરૂચ, સ્મશાનમાં સ્વજનોની ચીસોની ગુંજ, કોરોનાનાં કહેર વચ્ચે ભરૂચમાં ભયાનક સ્થિતિ સામે ભાગતું તંત્ર.

ProudOfGujarat

ભરૂચને આંગણે વિરાટ પુસ્તક મેળાનો થયેલો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!