ભારતીય ટપાલ વિભાગ તા. 09.10.2022 થી 13.10.2022 સુધી પોસ્ટલ સપ્તાહની ઉત્સાહ અને કાર્ય સાથે ઉજવણી કરી રહે છે. પોસ્ટલ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા.10.10 2022 ના રોજ “વિત્તિય સશક્તિકરણ દિવસ” નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગના અનુસંધાનમાં માનનીય પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરા, તેમની પ્રીતિ અગવાને માહિતી આપનાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ક્ષેત્ર હેઠળની તમામ પોસ્ટ ઓફિસ વિવિધ પોસ્ટલ સેવિંગ્સ અને ઇન્સ્પીરની સ્કીમ અને તેના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવાના હેતુ સાથે વિવિધ સ્થળોએ શિબિરો અને મેળાઓનું આયોજન કરીને “વિત્તિય સશક્તિકરણ દિવસ” ની ઉજવણી કરી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય દેશભરમાં નાણાકીય સમાવેશને ગ્રિમ પ્રોત્સાહન આપવાનો છે. પ્રીતિ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે ભારતીય ટપાલ વિભાગ વર્ષ 1854 થી રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આર્થિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્ય માટે પણ આજ રીતે પોતાની અવિરત સેવા આપતું રહ્યો.
ભારતીય પાળ વિભાગ દેશના દરેક વર્ગનાં લોકોને લાભદાયી થાય તેવી વિવિધ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ્સ સેવાઓ જેવી કે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, મેથી ઈન્કમ સેવિંગ્સ એકાઉન્ટ, સિનિયર સિટીઝન એકાઉન્ટ, ચુન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ વગેરે ખુબજ આકર્ષક વ્યાજ દરે પૂરી પાડી રહ્યું છે તેમજ ટપાલ વીમા યોજનાથી નોકરિયાત, વ્યાવસાયિક, નેશનલ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ કંપનીનાં કર્મચારી તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકોને વીમા યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમ અને ઊંચા બોનસ દર સાથે પ્રદાન પ્રદાન કરી રહ્યું છે. ભારતીય ટપાલ વિભાગ પોતાનાં ગ્રાહકો ઘર બેઠા નાણાકીય વ્યવહાર કરી શકે તે હેતુથી નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવી આધુનિક સેવાઓ પણ આપી રહ્યું છે જેનો એક ઉદ્દેશ્ય ડિજિટલ વ્યવહારો ને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહિત કરવાનો પણ છે.
વધુમાં, ભારતીય ટપાલ વિભાગની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મોબાઈલ એપ્લીકેશન કી કોને કોઈપણ સમયે એક ખાતામાંથી બીજા ખાનામાં નાણાં ટ્રાન્સફર કરવાં માટે NEFT અને RTGS ની સુવિધા પણ આપી રહ્યું છે તેમજ વિવિધ યુટિલિટી બિલની ચુકવણી પણ મુશ્કેલી મુક્ત બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. પોસ્ટલ કર્મચારીઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોના ગ્રાહકોને નાણાં જમા અને ઉપાડ કરવાં માટે માટે ડોર સ્ટેપ સેવાઓ પણ પુરી પાડે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તાજેતરમાં માત્ર રૂ. 396 ના નવા વાર્ષિક પ્રીમિયમ દરે રૂ. 10 ની જનરલ ઈન્સ્યોરન્સ પોલિસી લાવેલ છે જેનો ઉદ્દેશ હરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં વસતા રહીશોને વીમા રૂપી સામાન્ય જરૂરિયાત પોહચાડવાની છે. વધુમાં, PL અને RPL પારકો પણ હવે તેમનું પ્રીમિયમ ઘરબેઠા ભરવા માટે ઓનલાઈન ગ્રાહક પોર્ટલનો ઉપયોગ કરી રહ્યો છે.
આમ, ભારતીય ટપાલ વિભાગ જાહેર જનતાને અવિરત સેવા આપવા અને તેમના નાણાકીય અનુભવને મુશ્કેલી મુક્ત બનાવવા માટે તમામ આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યું છે અને આ સાથે ટપાલ વિભાગ દેશના દરેક ઘરને પોતાની વિભિન્ન સેવાઓથી આવરી લઈ દેશનાં નાણાકીય સમાવેશ સશક્તિકરણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.