Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે બંછાનિધી પાનીએ ચાર્જ સાંભળ્યો.

Share

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે મેયર કેયુર રોકડિયાનું શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે પાછળ ધકેલાતું જાય છે. હવે નવા મ્યુનિસિપલ કમિશનર સ્વચ્છતામાં વડોદરાને આગળ લાવવા શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના બે મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ગતરોજ શાલિની અગ્રવાલે સુરતમાં ચાર્જ સંભાળ્યો છે. આજે બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સમયમાં ખુબ જ ચોક્કસ છે. અને તેમણે પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી છે. તેઓ સવારે 10:30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા. પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલા પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા. ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે મેયરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ વિવિધ વિભાગના વડાઓ સાથે રિવ્યુ મિટીંગ હાથ ધરવામાં આવી રહી છે. નવા મ્યુનિસિપલ કમિશનર સમયના ઘણા પાબંધ હોવાનું માનવામાં આવે છે. જે રીતે બંછાનિધી પાનીએ પહેલા દિવસે વહેલા આવીને પાલિકાના અધિકારીઓને ચોંકાવી દીધા છે. તેમ આગામી સમયમાં તેમનું કામ પણ ચોંકાવશે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!