સંસ્કૃતિ કે પાયો છે અને શસ્ત્ર એ ઢાળ છે સંસ્કૃતિની જાળવણીથી પાયા કાયમ રહેતા હોય છે અને શસ્ત્રોથી રક્ષણ મળતું હોય છે જ્યારે પણ અધર્મ વધે ત્યારે શસ્ત્રનો ઉપયોગ કરી અધર્મને હરાવી ધર્મનો વિજય થતો હોય છે ત્યારે આજે બુધવારે અધર્મ પર ધર્મના વિજય પ્રતિકે ઉજવાતા દશેરાના પર્વ એ શસ્ત્ર પૂજનનો વિશેષ મહિમા રહેલો છે જે મહિમાને વડોદરા શહેર પોલીસ કમિશનર વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપ નગર હેડ ક્વોટર્સ ખાતે શસ્ત્ર પૂજન કરાવ્યું હતું.
જે પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા શસ્ત્ર પૂજન દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર ભગવાન સમક્ષ પોલીસશાસ્ત્રનો સદ ઉપયોગ અને નાગરિકોને રક્ષણ તેમજ શહેરની સલામતી શાંતિ માટે શસ્ત્રનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય તેવી પ્રાર્થના કરી હતી. પ્રજાજનોની સુરક્ષા શાંતિ અને સલામતી માટે પોલીસને શસ્ત્રો અપાતા હોય છે અને જે શાસ્ત્રને પોલીસ દ્વારા દશેરાના પૂજન થતું હોય છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા દશેરા નિમિત્તે પ્રતાપ નગર હેડ ક્વોટર્સ ખાતે શસ્ત્ર પૂજન કરાયું.
Advertisement