વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ નજીક છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યાં હતા.
સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. જ્યાં છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 10 લોકોના છકડામાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર, સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપાઇ. શહેર પ્રમુખે મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી અને મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ એ નિવેદન આપ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.
Advertisement