આજરોજ સવારના સમયે વડોદરાના વાસણા રોડ સ્વામિનારાયણ મંદિરની પાછળ દેવનગર સોસાયટીમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાનનો ભાગ ધડાકાભેર ધરાશાઇ થયો હતો. ઘટનાના પગલે આસપાસના મકાનોને પણ વ્યાપક નુકસાન થયું હતું.
ઘટના અંગેની જાણ વડીવાડી ફાયર સ્ટેશનના લાશકરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. સર્જાયેલ આ ઘટનામાં આઠથી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં આ બે વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, તેમજ બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
દેવનગર સોસાયટીની મકાન નંબર 106 માં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જે બાદ મકાન નંબર 106 નો અમુક ભાગ ધરાશાઈ થયો તો સાથે સાથે સાથે મકાન નંબર 107, 927, 104, 123, 100, 101, 102, 103, 128 માં નુકસાન થયું હતું.
સર્જાયેલ ઘટનામાં ઈજાગ્રસ્તોની યાદી
1 જયેશ જૈન ઉ.45
2 શકુંતલા જૈન ઉ.85
3 ધ્રુવેશ જૈન ઉ.12
4 રોહિત જાદવ
5 અંબાલાલ ચૌહાણ
6 દિપક ચૌહાણ ઉ.20
7 જાલમસિંહ પઢિયાર ઉ.36
8 ભાવનાબેન ગોહિલ