Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેશ દ્રોહી તત્વો સામે વડોદરામાં ATS ની કાર્યવાહી, ચાર મૌલવીઓની કરાઈ PFI મામલે પૂછપરછ..આતંકી પ્રવૃતિ..???

Share

વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં NIA નાં ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતાના આધારે વડોદરા બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં કાર્યવાહી હાથધરી હતી. જે બાદ વિસ્તારને કોર્ડન કરી કાર્યવાહી કરાઇ છે..!!

જે સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ઓલ ઇન્ડીયા ઇમામ કાઉન્સિલની બેઠક મદ્રસા એ હિફઝુલ ઇમામ સંસ્થામાં મળી હતી, હાલ પોલીસે સંસ્થામાંથી 4 વ્યક્તિની અટકાયત કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. NIA એજન્સીની માહિતીના આધારે ATS ની ટીમે દરોડા પાડ્યા પાડયા હતા, વડોદરાની મદ્રસા એ હિફઝુલ ઇમામને ATS એ સીલ કરી છે.

મદ્રસાએ હિફઝુલ ઇમામ ઑફિસમાંથી મહત્વના દસ્તાવેજો ATS એ જપ્ત કર્યા છે જે બાદ હાલ આ મામલે ચાર મૌલવીઓની સઘન પુછપરછ ચાલુ છે, મામલે PFI સાથે તાર જોડાયેલા હોવાની શકયતા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

રાજપીપળામાં બાઈકર ગેંગનો આતંક: એક વૃદ્ધનું 27 દિવસની સારવાર બાદ કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

માંગરોળ અને ઉંમરપાડા પોલીસે હેલ્મેટ, સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 વાહન ચાલકોને ઝડપી લઇ દંડ ફટકાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!