વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન મથક હદ વિસ્તારમાં આવેલા એકતા નગર ખાતે ગઈકાલે સાંજે બાળ તસ્કરી કરતી ગેંગ આવી હોવાના શંકાની આધારે સ્થાનિકોએ એક મહિલાને પકડી લોકો એ હોબાળો મચાવ્યો હતો તે જોવા ત્યાં પહોંચેલા વિસ્તારના વેપારીને પણ લોકોએ મહિલા સાથે જ તે હોવાની શંકાના આધારે તેણે લોકો એ ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી જ્યાં પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જે અંગે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે અંગેની વધુ વિગત આપવા આજે મદદનીશ પોલીસ કમિશનર એમ પી ભોજાણીએ પત્રકાર પરિષદ સંબોધી બાળ તસ્કરીની વાત માત્ર અફવા હોવાનું જણાવી સંપૂર્ણ બનાવો અંગેની વિગતો આપી હતી. પોલીસે હાલ ચાર આરોપી અને અન્ય ટોળા સામે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ એકતાનગર ખાતેથી અનેક લોકોને પૂછપરછ માટે પોલીસ માટે બોલાવતાં પોલીસ મથકે લોક ટોળાં એકત્ર થયાં હતા.
વડોદરાના બાપોદ વિસ્તારમાં બાળ તસ્કરી ગેંગની શંકા એ લોકોએ બે વ્યક્તિને માર માર્યો.
Advertisement