Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોફી શોપની આડમાં ચાલતા કપલબોક્સમાં રેડ, બે ની અટકાયત.

Share

કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોફી શોપની આડમાં કપલબોક્સ ચલાવતા વ્યક્તિઓ પર રેડ કરી કારેલીબાગ પોલીસ એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગ પોલીસને બાતમી મળી હતી કે ” પંચમુખી હનુમાન મંદિર પાસે ” ડાર્ક બાઇટ નામના કાફેમાં ” કપલ બોક્ષ બનાવી જેમા છોકરા – છોકરીઓ એકાંતમા બેસાડી બોક્સ આગળ પડદા લગાવી જે બહારથી સહેલાઇથી જોઇ શકાઇ નહી તેમ બેસે તેવી ગુપ્તતાથી બેસેલ હોય અને કોફી, હોટેલ કાફે તથા રેસ્ટોરન્ટ વિગેરેની આડમા એકાંતમાં બેસી તેવી જગ્યા કપલ બોક્સ ઉભા કરી તેમાં અસામજીક પ્રવૃતી તેમેજ અશ્લીલ પ્રવૃતિ તેમજ અશ્લીલ કૃત્યો નશીલા કેફે દ્રવ્યોનુ સેવન થતુ હોય આ કપલ બોક્સની આડમાં ચાલતી પ્રવૃત્તિઓના કારણે યુવક યુવતીઓ ભોગ બનતા હોવાથી જેનાથી અપમૃત્યુ , રેપ અને બ્લેક મેઇલીંગના કિસ્સાઓ બનતા હોવાથી આ અંગે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થતો હોવાથી કેફે માલીક વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબનો ગુનો દાખલ કરી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીનુ નામ સાહબાજ સીદીકભાઈ દુધવાલા ઉમર વર્ષ ૨૪ રહે.સફામરવા ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર -૦૪ પંપીગ સ્ટેશનની સામે યાકુતપુરા વડોદરા શહેર સાથે આરોપી મીજ રફીકભાઇ શેખ ઉમર વર્ષ ૨૫ રહે, મ.નં .૨૦૧ પલ રેસીડેન્સી અમન બંગલોની પાછળ તાંદલજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ગામે નવીનગરીમાં ગૌ-વંશોનું કતલ કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

ભરૂચ નજીક ચાલુ ટ્રેનમાં ત્રણ કિન્નરોએ બિહારના મુસાફરને લૂંટી લેતા પોલીસે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક જ ઝડપી લીધા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!