Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટપોરીઓ ચેતી જજો, વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે શી – ટીમ તૈનાત કરાઇ.

Share

નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી – ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી – ટીમની રચના કરવામાં આવી. તેમજ હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં યુવતીઓ / મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી – ટીમ કાર્યરત છે.

ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે. તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શી – ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી – ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

નવરાત્રી જે ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. જેમાં છોકરી છોકરા બધા જ ભેગા થઈને રમતા હોય છે. એમ તો વડોદરા સુરક્ષિત છે પરંતુ 2% એવું બની શકે કે છોકરીઓ સાથે છેડતી થાય. તો આવામાં શહેરની શી ટિમ, જે લોકોની સાથે રહીને ગરબા રમી રહ્યા છે.

વડોદરા પોલીસની શી ટિમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નવી પહેલ કરવામાં આવી છે. આ ટિમ શહેરના તમામ મોટા ગ્રાઉન્ડ પર ખાનગી કપડામાં જ રહેશે. અમે તો એટલું જ કહેવા માંગીએ છે કે, હવે ટપોરીઓ ચેતી જજો, તમારી આસપાસ રમતી છોકરીઓમાંથી હવે કોઈ શી ટીમની પણ મહિલા હોઈ શકે છે. મહિલાઓ પણ જો કોઈ એવી ઘટના ઘટે તો શી ટીમનો સંપર્ક કરજો, અને શી ટિમની ખાસ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. બે રીતે પ્લાન કરવામાં આવ્યું છે, એક ટિમ ડિકોય કરશે અને એ જ સમયે બીજી ટિમ પેટ્રોલિંગ કરશે. જેથી શહેરીજનોને મોડે સુધી શી ટીમની ગાડીઓ પણ જોવા મળશે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ચાર ગામોમાં રૂ.૨.૧૨ કરોડનાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

કરજણ તાલુકાના ભરથાણા ગામે મારામારીની ઘટનામાં બે ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચના નબીપુર ગામે ચિકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસોથી તંત્રમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!