વડોદરા ખાતે ૨૦ તારીખે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ વડોદરાના સમા વિસ્તારનાં પ્રીત પાર્ટી પ્લોટ પર તંત્ર બુલડોઝર પહોંચ્યું હતું,અને પાર્ટી પ્લોટમાં માર્જીનમાં દબાણ કરાયું હોવાની પાલિકાએ દલીલ કરી હતી, સાથે જ પાર્કિગની જગ્યાએ લોન ઉભી કરી દેવાઇ હોવાની પણ તંત્રએ સ્પષ્ટતા કરી હતી.
અચાનક આ પ્રકારે પાલિકાની કાર્યવાહીને પગલે મોટો રાજકીય વિવાદ ઉભો થયો હતો અને ‘આપ’ નાં કાર્યકરોએ બુલડોઝર આગળ બેસી જઇ વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો ‘આપ’ ના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા, તેમજ માર્જીનમાં કોઇ દબાણ ન કર્યું હોવાની પ્લોટ માલિકએ પણ સ્પષ્ટતા આપી હતી.
પ્લાટના માલિકે પાલિકાની કામગીરીને વખોડી હતી અને કોઇપણ નોટિસ વિના દબાણ તોડવાની કાર્યવાહી થતી હોવાનો આરોપ કર્યો હતો, તો કેજરીવાલને પ્લોટ ન ફાળવવા ભાજપ તરફથી પણ દબાણ કરાયું હોવાના આક્ષેપો કર્યા હતા.