Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વડોદરા એરપોર્ટ પર આગમન.

Share

ગુજરાતમાં આગામી મહિનાઓમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તેને લઈને દરેક પક્ષ તૈયારી કરવા લાગ્યો છે અને રાષ્ટ્રીય નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે ગુજરાતમાં ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે વડોદરા એરપોર્ટ પર ભારે ભીડ જામી હતી જોકે તેમના આગમન સમયે મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.

ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય નેતાઓનો પ્રવાસ ગોઠવાય ગયો છે. એક પછી એક નેતા ગુજરાતમાં ચૂંટણી માટે આવી રહ્યા છે. હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાં છે ત્યારે અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ વડોદરા ખાતે વાઘોડિયાના ટાઉનહોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. અરવિંદ કેજરીવાલ વડોદરાના વાઘોડિયામાં એક ટાઉનહોલમાં શિક્ષકો અને વાલીઓ સાથે ગોષ્ઠિ કરશે, આ ઉપરાંત તેઓ પ્રેસના માધ્યમને પણ સંબોધશે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ થઇ ગયેલ છે

ProudOfGujarat

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!