Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા વાઘોડિયા રોડની હોસ્પિટલમાં લિફ્ટની મોટર સળગી ઉઠતા દોડધામ.

Share

આજ સવારના સમયે વડોદરાના વાઘોડિયા માર્ગ પર આવેલ શ્રેયા હોસ્પિટલના લિફ્ટની મોટરમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, અચાનક લિફ્ટની મોટર સળગતા હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ઘટના અંગેની જાણ વડોદરા ફાયર વિભાગમાં કરવામાં આવી હતી.

હોસ્પિટલની લિફ્ટની મોટરમાં લાગેલ આગ અંગેના મેસેજ મળતા જ વડોદરા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો, જોકે સદનસીબે સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા હોસ્પિટલમાં સત્તાધીશો એ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કડકિયા એજ્યુકેશન કેમ્પસને ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા ICSI કોર્ષની માન્યતા અપાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વિધવા બહેનોને પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બાકરોલ પાસે થી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ને તાલુકા પોલીસે ઝડપી પાડી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!