બે વર્ષ પછી ગણેશ ઉત્સવ આવ્યો હતો અને આમ જનતાએ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો અને દસમા દિવસે વડોદરા શહેરના કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી ત્યારે આજરોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે આવેલું કૃત્રિમ તળાવમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કરેલી મૂર્તિઓ કાઢીને દાંડિયા બજાર બ્રિજની બાજુમાં આવેલા ખાડાની અંદર નાખવામાં આવી હતી અને સાથે જ ટ્રેક્ટર ભરીને બીજા ખાડામાં નાખવા જતા હતા ત્યારે જય શ્રી રામ ગ્રુપ ત્યાં પહોંચ્યું હતું અને ટ્રેક્ટર ચાલક અને મજૂરોને પૂછવામાં આવ્યું કે આ વિસર્જન કરેલી મૂર્તિઓનું તમે શું કરો છો ત્યારે કહેવામાં આવ્યું કે અમે લોકોને ઓર્ડર છે કે મૂર્તિઓ કાઢીને બાજુના ખાડામાં નાંખવામાં આવે, જ્યારે જય શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે ટ્રેક્ટર ચાલક અને મજૂરો ટ્રેક્ટર છોડીને ભાગી ગયા હતા સાથે જ જય શ્રી રામ ગ્રુપના રાજુભાઈ અગ્રવાલ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને કોઈપણ ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે તથા જે કોઈ પણ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે અને આ કેટલું યોગ્ય છે કે પાંચ દિવસ પહેલા વિસર્જન કરવામાં આવ્યું અને ગણપતિજીની મૂર્તિ ખાડામાં નાંખવામાં આવે એક મોટો સવાલ છે.
વડોદરા : નવલખી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કરેલી મૂર્તિઓ કાઢીને ખાડામાં નાંખતા કરાયો વિરોધ.
Advertisement