હાલ છેલ્લા બે દિવસથી કાળજાળ ગરમી વચ્ચે પણ મેઘરાજા પધરામણી કરી રહ્યા છે અને વડોદરા શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોરના 2:30 વાગ્યાના સુમારે સનફાર્મા રોડ પર સ્કૂલ વાનની બ્રેક ફેલ થતાં સ્કૂલવાન વરસાદી કાંસમાં ખાબકી હતી અને સદ્નસીબે ડ્રાઇવરનો બચાવ થયો હતો, સાથે જ જો બાળકો અંદર બેઠા હોત તો જીવ જવાનો પણ ભય હતો, ત્યારે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા પણ તંત્રને વારંવાર વરસાદી કાંસ પુરવા માટેની રજૂઆત કર્યા છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી, સાથે જ પ્રથમ વખત એવું જાણવા મળ્યું હશે કે વરસાદી કાંસમાં મગર છે હા આજે જ્યાં વરસાદી કાંસ જોઈ કે જેમાં વાન ખાબકી હતી તેમાં સાતથી આઠ ફૂટ જેટલા બે મહાકાય મગર પણ જોવા મળ્યા હતા એટલે એવું કહી શકાય કે જો કોઈ પશુ ગાય કે ભેંસ અંદર પડે અને ઢોર માલિકને એવું હોય કે તેનો જીવ બચી જશે તે બિલકુલ નહિવત છે કારણ કે અંદર પડેલા મગર જ તે પ્રાણીઓના જીવ લઈ લેતા હોય છે ત્યારે સ્થાનિકોનો જે રોષ હતો તે સાચો હતો અને આ વરસાદી કાંસ જલ્દીથી જલ્દી પુરવાની માંગ પણ સ્થાનિકોએ કરી હતી.
વડોદરાના સનફાર્મા રોડ પર સ્કૂલ વાનની બ્રેક ફેલ થતાં વરસાદી કાંસમાં ખાબકી, સદનસીબે ડ્રાઈવરનો બચાવ.
Advertisement