Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ગરબાનો ચાર્મ 71 વર્ષે પણ યથાવત.

Share

ફાઈન આર્ટીઝની આર્ટમાં વિવિધ પરિવર્તનો આવતા રહે છે પણ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના ગરબાનું પરંપરાગતપણું યથાવત છે. 1953 માં ગરબા શરૂ થયા ત્યારથી આજદિન સુધી ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘રઢિયાળી રાત’માંના પ્રાચીન ગરબા ગાયક મનુભાઈ નિર્મળ લલકારે છે.

વડોદરા સમયની સાથે ગરબા અને નવરાત્રિ પણ મોડર્ન થઇ રહી છે. પરંતુ એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ગરબાને આ રંગ હજુ સુધી ચઢ્યો નથી. 1953 માં પ્રો જ્યોતી ભટ્ટ દ્વારા શરૂ કરાયેલ વગર સાઉન્ડ સિસ્ટમે, વગર હાઈફાઈ ડેકોરેશને પારંપારિક ગરબાઓ ગાઇને ટ્રેડિશનલ વાદ્યો સાથે 1953 થી યોજાય છે અને આજે ય એનો ચાર્મ, તેનો લોકોમાં ક્રેઝ એવોનો એવો છે. આ ગરબાની બીજી વિશેષતા એ છે કે, તેમાં ગવાતા ગરબા, લોકગીતો અને રાસ એ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત ગરબા અને લોકગીતોનું પુસ્તક ‘રઢિયાળી રાત’ માંથી ગાવામાં આવે છે. આજે આ ગરબાઓ, લોક ગીતો અને રાસમાં જે તે સમયના લોકજીવનની પ્રતિતી થાય છે. કૃષ્ણ ભક્તિ અને ગ્રામ્ય જીવનની અસર આ ગીતોમાં જોવા મળે છે. આ ગરબામાં ફેકલ્ટીના પૂર્વ સ્ટુડન્ટ મનુ નિર્મળ છેલ્લાં 42 વર્ષથી સતત ગરબા પેશ કરે છે. એક જ સ્થાને બેસીને ચાર દાયકા સુધી મેઘાણીને લલકારનાર મનુ નિર્મળે નોરતાની પુર્વ સંધ્યાએ ફાઇન આર્ટસના ગરબા વિશે કેટલીક માહિતી આપી હતી. 30 વર્ષ પહેલા કેમ્પસમાં ગરબાનો માહોલ કંઈક આવી રીતે જામતો હતો. પ્રોફેસર્સ પણ તલ્લીન થઈને ક્રોસમાં ગાતા હતા.

1953 માં રવીન્દ્રનાથ ટાગોરના નાટક તાશીર દેશ(પત્તાનો દેશ)ની ભજવણી ફાઇન આર્ટીઝે કરવાની હતી. જેમાં ગ્રૂપ ડાન્સીસ આવતાં હતા. પણ કોઇને ડાન્સ આવડતાં ન હોવાથી તેની જગ્યાએ ગરબા તૈયાર કર્યા. ત્યારબાદ કોલેજની સ્ટડી ટુરમાં સ્ટુડન્ટ્સ આ ગરબાઓ ટાઇમપાસ માટે અમસ્તા જ ધર્મશાળાથી માંડીને રેલવે પ્લેટફોર્મ પર કરતાં હતા. પ્રતાપગંજમાં એક જગ્યા ગરબા માટે મળતાં તેમાં બહેનો પણ જોડાઇ હતી. અહીં યુવક-યુવતીઓ પણ ગરબા કરતી જોતાં લોકો તેને જોવા આવતાં હતા. કેટલાક બાળકોને પણ મેં અને રાઘવ કનેરિયાએ તૈયાર કર્યા હતા. ત્યારબાદ આર્યકન્યા વિદ્યાલયના પ્રતિભા પંડિતે પણ તેમની વિદ્યાર્થિનીઓ માટે ગરબામાં રસ દાખવતાં તેઓ પણ પ્રેક્ટિસ કરીને ગરબા શરૂ કર્યા. ધીમે ધીમ ફાઇન આર્ટસના ગરબાની ખ્યાતિ વધવા માંડી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી એન.એમ. હાઈસ્કૂલ ખાતે માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફટ સિટી ગાંધીનગરમાં યોજાઇ કોન્કલેવ ઓફ સિટી લીડર્સ

ProudOfGujarat

વડોદરા વરનામાં પોલીસ નો બુટલેગરો પર સપાટો-લાખ્ખો ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈશમોને ટ્રક સાથે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!