વડોદરા શહેરના સલાટવાડા એસ. મોટર શોરૂમ સામેના માળી મહોલ્લોમાં રમીલાબેન દિનેશભાઇ માળી રહે છે જે મંગળવારે પોલીસ કમિશ્નર કચેરીએ રૂા.૨0,૯૧,000 ના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીનો ગુન્હા નહીં નોંધનાર કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી. કે. દેસાઇ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવે તેમજ તેમની ચોરીની ફરિયાદ નોંધી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવે તેવી માંગણી કરી હતી. રમીલાબેન એ વધુમાં જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસે ફરિયાદ નહીં નોંધી પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. રમીલાબેનના ઘરેથી બનાવટી ચાવીથી તિજોરી ખોલી સોનચાંદીના દાગીનાની ચોરી થઈ હતી અને જેની જાણ કારેલીબાગ પોલીસને કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાના બદલે પરિવારની હેરાનગતિ કરી હતી જેને લઈ મંગળવારે રમીલાબેન પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
પોલીસ કમિશનર કચેરીએ આવેલ રામિલાબેને કારેલીબાગ પોલીસ પર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. રમીલાબેન કારેલીબાગ પોલીસ ફરિયાદ નહીં નોંધવા અને પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અવારનવાર મેન્ટલ હોસ્પિટલમાં લઇ જાય છે. રમીલાબેન સાથે પોલીસ કમિશ્નર કચેરીએ આવેલ માળી સમાજના અગ્રણી અને નિવૃત પોલીસ અધિકારી માલજીભાઈ માળીએ ગંભીર પ્રકારના ગુનામાં ફરિયાદ નહીં નોંધનાર પી.આઈ. વિરુદ્ધ ફતજમાં બેદરકારીનો ગુનો નોંધવામાં આવે તેવી માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ક્રાઈમ રેટ ઓછી બતાવવા પોલીસ દ્વારા ગુનાને બર્કીંગ કરવામાં આવે છે. બર્કીંગ એ પોલીસની ભાષામાં વપરાતો શબ્દ છે અને જેનો સામન્ય ભાષામાં અર્થ થયા છે ગુના નહિ નોંધવો.