Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં વડસરમાં થયેલી મહિલાની હત્યા સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું.

Share

વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલ ની પાછળ આવેલ જય અંબે ફ્લેટમાં રહેતી યુવતિના ઘરમાં યુવતીના સાસુની હત્યા કરનાર યુવક શાહરુખ પઠાણ અને સાથી યુવકની ધરપકડ કરી પોલીસે આજે ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

મહત્વનું છે કે સમગ્ર ઘટનામા વડસર બ્રિજ નજીક જય અંબે ફ્લેટમાં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન રહેતા હતા ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પૂર્વે નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા અશ્વિન અને ભાવનાના આ બીજા લગ્ન છે. શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ધસી આવેલ ભાવના એક તરફી પ્રેમમાં રહેલ શાહરુખ ખાન પઠાને દરવાજો ખોલનાર ભાવનાબેનની સાસુ દક્ષાબેન પર તીક્ષણ હથિયારના ઘાં ઝીંકી લોહી લુહાણ કર્યા હતા જેમાં દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતો. સોનુ ઉર્ફે શાહરુખ ખાન હત્યા કરવા આવ્યો ત્યારે તેનો મિત્ર પણ સાથે હતો અને હત્યા બાદ બન્ને નાસી છૂટ્યા હતા, મુખ્ય આરોપીને અને તેના મિત્રને ગણતરીના કલાકોમાં ઝડપ્યા બાદ આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળ પર સાથે રાખી કેવી રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે વિષયમાં રિકનસ્ટ્રક્શન કર્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં યુવાન પરણિતાનું શંકાસ્પદ મોત…

ProudOfGujarat

નર્મદાનાં જિલ્લાના વિવિધ ગામમાં ટીબી દિવસની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લામાં લાઇફ લાઇન ઇ.સી.જી પ્રોજેકટ અતર્ગત જિલ્લાના ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દશ હજાર ઇ.સી.જી કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!