
વડોદરા શહેર માં બનેલા નવા કોર્ટ સંકુલ માં બેઠક વ્યવસ્થા અંગે વકીલો દ્વારા ડિસ્ટ્રીકટ જજ ને રજૂઆત કરવા ગયેલા ત્યારે કોઈ હકારાત્મક જવાબ ન મળતા અને વકીલો રજૂઆત કરતા હતા તે દરમિયાન પોલીસ દ્વારા રજૂઆત કરતા વકીલો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવેલ જેમાં કેટલાક વકીલો ને ઇજાઓ પણ પહોંચી હતી …….
જે બનાવ ને ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન એ સખત શબ્દો માં વખોડી કાઢી વકીલો ઉપર થયેલ અમાનુષી લાઠીચાર્જ ની ઘટના ને દુઃખદ ગણાવી આજે તા.૨૦.૩.૨૦૧૮ મંગળવાર ના રોજ ભરૂચ કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન ના સમર્થન કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાનું ઠરાવવા માં આવ્યું હતું … અને ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા જજીશ સાહેબો ને વિનંતી કરવામાં આવેલ કે જે તે કેસો જે સ્થીતી હોય તે યથાવત રાખવા જણાવ્યું હતું…………