Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના વડસર બ્રિજ નજીક જય અંબે ફ્લેટમાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની સાસુની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા.

Share

શનિવારે વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલ જય અંબે ફ્લેટમાં રહેતી યુવતિના એક તરફી પ્રેમમાં ઘરમાં યુવતીની હત્યા કરવાના ઇરાદે આવેલ યુવકે આડે આવેલી યુવતીની સાસુની ધોળા દહાડે ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી જેની જાણ પોલીસને થતા પોલીસે હત્યાના દોઢ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમિકાના લગ્ન થતા પ્રેમિકાની હત્યા કરવા આવેલી યુવકે સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જય અંબે ફ્લેટ મકાન નંબર 401 માં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન રહેતા હતા ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પૂર્વે નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા અશ્વિન અને ભાવનાના આ બીજા લગ્ન છે શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા અને પતિ અશ્વિન તેમજ સસરા ઠાકોરભાઈ નોકરીએ હતા ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ધસી આવેલ ભાવનાનાં એક તરફી પ્રેમમાં રહેલ સોનુ ઉર્ફે શાહરુખ ખાન પઠાને દરવાજો ખોલનાર ભાવનાબેનની સાસુ દક્ષાબેન પર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ કર્યા હતા જેમાં દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. સોનુ ઉર્ફે શાહરુખ ખાન હત્યા કરવા આવ્યો ત્યારે તેનો મિત્ર પણ સાથે હતો અને હત્યા બાદ બન્ને નાસી છૂટ્યા હતા. તો બીજી તરફ સોનુ ઉર્ફે શાહરુખ નાસી છૂટ્યો હતો જેની જાણ માંજલપુર પોલીસને કરાતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે તપાસના ચક્રોગતિમાન ગતિમાન કર્યા હતા. પોલીસે હત્યા કરી નાસી છૂટેલા સોનુ ઉર્ફે શાહરુખને માત્ર દોઢ કલાકના સમયમાં ઝડપી પાડ્યો હતો.

Advertisement

હત્યા સમયે ભાવના સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા તેને પર પૂર્ણવિરામ મુક્ત શાહરુખ ભાવનાની હત્યા કરવા આવ્યો હોવાનું જણાય આવ્યું હતું પરંતુ ત્યારબાદ આરોપી ઝડપાતા એક તરફી પ્રેમમાં હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું અને આરોપીએ એક તરફી પ્રેમમાં યુવતીને ફોન પર હેરાન પણ કરતો હતો અને જે અંગેની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. હાલ પોલીસે આરોપીને સાથે રાખી હત્યામાં વપરાયેલ ચાકુ કબ્જે કરવા સહિતની તપાસ હાથધરી છે. દરમ્યાનમાં સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે શાહરૂખના મિત્રને ઝડપી પાડ્યો હતો.


Share

Related posts

મહેમદાવાદ પોલીસે ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

ભરુચ: વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પર અવધ હોટલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!