Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા રેલવે સ્ટેશનથી બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયુ.

Share

દિલ્હીથી માત્ર આઠ દિવસની બાળકીને લઇને વડોદરાના દંપતીને વેચવા માટે આવેલી મહિલા અને તેનો ભત્રીજો વડોદરા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી બાળકીનો કબજો મેળવી લીધો છે. તેમજ બાળકી વેચવા આવનાર તથા ખરીદવા આવનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી ઝોન – ૨ ને માહિતી મળી હતી કે,રેલવે સ્ટેશનની બહાર એક નવજાત બાળકીનો સોદો થવાનો છે. જેથી,સવારે છ વાગ્યાથી ડીસીપી અભય સોનીની સૂચના મુજબ એલસીબી ટીમ, રાવપુરા શી ટીમ તથા ચાઇલ્ડ લાઇનના મહિલા સભ્ય સ્ટેશનની બહાર વોચમાં હતા. બાળકી લઇને દિલ્હીથી એક મહિલા દહેરાદૂન એક્સપ્રેસમાં આવવાની છે. શહેરના કારેલીબાગ તુલસીદાસની ચાલીમાં રહેતા સૌરભ વિશ્વનાથ વેરા તથા તેના પત્ની સોમાબેને આ બાળકીને લેવા માટે આવવાના હોવાની માહિતી પણ પોલીસને મળી હતી.

Advertisement

આ દંપતી વડોદરા રેલવે સ્ટેશન આવ્યું હતું. પોલીસની ટીમે તેઓની પર સતત વોચ રાખી હતી. દરમિયાન દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા અને યુવક નવજાત બાળકીને લઇને નીચે ઉતર્યા હતા. રેલવે સ્ટેશનની બહાર ઉભેલા દંપતીને બાળકીને સોંપતાની સાથે જ પોલીસે ચારે તરફથી ઘેરી લઇને તમામને ઝડપી લીધા હતા. તમામને રાવપુરા પોલીસ સ્ટેશન લઇ આવી પૂછપરછ કરવામાં આવી હતી.

પરંતુ, તેઓ પાસે બાળકી કે તેના સાચા માતા – પિતાના કોઇ આધાર પુરાવા નહતા. જેથી, પોલીસે બાળકી લેવા આવનાર દંપતીને પૂછતા તેઓએ પણ ગોળ – ગોળ જવાબો આપ્યા હતા. દિલ્હીથી બાળકીને વેચવા માટે આવેલી પૂજા હરીશંકર તથા તેના ભત્રીજા દિપકકુમાર શિવચરણ (બંને રહે.બાપા નગર, કરોલબાગ, એસ.ઓ.સેન્ટ્રલ દિલ્હી) તથા વડોદરાના દંપતી સામે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસની આ કામગીરી અંગે વધુ વિગત આપવા વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અભય સોનીએ આજે પત્રકાર પરિષદ સંબોધી મીડિયા સમક્ષ વિગતો આપી હતી.


Share

Related posts

અંક્લેશ્વરમાં સરકારી શાળાઓની કફોડી હાલત-ખાનગી શાળાઓની ભરમાર…..

ProudOfGujarat

ગરૂડેશ્વરમાંથી આયુર્વેદિક દવાઓના જથ્થા સાથે ઝડપાયો બોગસ ડોકટર.

ProudOfGujarat

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!