તારીખ ૨/૯/૨૦૨૨ ના રોજ રાત્રીના નવ વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર પહેલો કોલ જંબુસર તાલુકામાં ઉરછદ ગામમાંથી સરપંચનો ફોન આવ્યો હતો કે અમારા ગામની વરસાદી કાસ એક મગર આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર અરુણ સુયવશી, રાકેશ જાદવ, અજજુ પઠાણ, અર્જુન પરમાર, જયેશ સોલંકી, ચિરાગ પડિયાર, કમલેશ અને જંબુસર વન વિભાગના અધિકારીને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા સાત ફૂટનો મગર ગામની વરસાદી કાંસમાં જોવાં મળ્યો હતો. આ મગરને એક કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને જંબુસર વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
જયારે બીજો કોલ ૨/૯/૨૦૨૨ ના રોજ રાત્રી ના ૧૨:૦૦ વાગીયાની આસપાસ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આવ્યો હતો કે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર એક મગર આવી ગયો છે આ ફોન આવતાંની સાથે જ સંસ્થાના કાર્યકર સુવાસ પટેલ અને વડોદરા વન વિભાગના અધિકારીઓને લઈને ત્યાં પહોંચ્યા હતાં ને ત્યાં જોતાં એક બે ફૂટનો મગર જેલની અંદર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જેહમત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ એ બે જગ્યાથી બે મગરનું રેસ્ક્યુ કર્યું.
Advertisement