Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં નશાનો કારોબારીઓ પર પોલીસની નજરમાં હવે ‘કોડીન’ નામનાં કફ સિરપથી નશો કરવાના નવા નશાના ઉપાયને નાથવા પોલીસે ”કોડીન” નામનું કફ શિરપ ડોકટરના લખાણ વગર વેચતા મેડિકલ સ્ટોર ઉપર તવાઈ બોલી રહી છે.

Share

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાધન નશાની લતમાં ધૂમી રહ્યું છે. આ અંગે પોલીસને વિગતો મળી તો પોલીસ ખાતું ચોકી ઉઠ્યું છે કે ખાણાપીણાની લારીઓ પર કેટલાક લોકો નશાનો પદાર્થ ભેળસેળ કરીને વેચી રહ્યા છે જેમાં જે.પી રોડ ઉપર યુવાન ઝડપાતા તેણે આમલેટની લારી પર રોજ આમલેટ અને બોઈલ એગ ખાધા પછી જ એકાએક નશાની તલપ લાગી હતી. ત્યારબાદ પોલીસે આ દિશામાં તપાસ કરતાં કેટલાક મેડિકલવાળા ”કફ સિરપ” કે જેની વધુ માત્રા લેવામાં આવે તો નશો ચઢે છે આથી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ SOG પોલીસે તપાસ શરૂ કરી જેમાં તબીબોની સલાહ વગર શરદી માટે ઉપયોગી કફ સિરપનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હતું. જેમાં પાનનાં ગલ્લા અને શિવાની મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરની પ્રિસ્ક્રિપશન વિના ”કોડીન” નામનું કફ સિરપનું વેચાણ કરતાં માલૂમ પડયુ હતું. જેને પગલે મોટી સંખ્યામાં કોડીન કફ સિરપ જપ્ત કર્યું સાથે મેડિકલ સ્ટોર સંચાલક સામે ગુનો નોંધવા તેમજ તેનું લાયસન્સ રદ કરવા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે. આજે વડોદરા પંથકમાં નશાની હાલતમાં ફરતા લોકોની ચેકિંગ પણ પોલીસ દ્વારા શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ઝઘડીયા પોસ્ટ ઓફિસનાં અંધેર વહિવટનાં કારણે ગ્રાહકોને હાલાકી.

ProudOfGujarat

ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!