રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ મહાનગરપાલિકા તંત્ર રખડતા ઢોર સામે વધુ કડક હાથે કાર્યવાહી કરશે. માલધારીઓ આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે જો રસ્તે રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાશે તો કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે. માલધારીઓએ મેયર સાથે મુલાકાત કરી ઢોરવાડા ન તોડવાની અપીલ કરી હતી. આ સાથે જ તેમના ઢોર બાંધી રાખવાનું આશ્વાસન પણ આપ્યું.
વડોદરામાં તંત્ર દ્વારા રખડતા ઢોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે અકોટાના આર.સી. દત્ત એસ્ટેટ પાસે કોર્પોરેશનની ઢોર પાર્ટી અને પોલીસ જવાનો જ્યારે ઢોર પકડવા ગઇ હતી ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો. જેમાં ઢોર પાર્ટીના સુપરવાઈઝર પી.વી. રાવ અને પોલીસ જવાનોને પથ્થરો વાગ્યા હતા. એટલુ જ નહીં પશુમાલિકો ઢોર પકડવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરીને 3 ઢોરને છોડાવી ગયા. આ હુમલાને પગલે જે.પી. રોડ પોલીસે 2 ઢોર માલિકની અટકાયત કરી છે.
વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.
Advertisement