વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરવામાં આવશે. 1993 સુરસાગરમાં બોટ પલટી જવાની દુર્ઘટના બાદ બંધ કરવામાં આવેલી આ સુવિધા શરુ કરવાની મંજૂરી અપાઇ છે. સાથે સુરસાગર તળાવમાં બોટિંગની ટીકીટના દર પણ નક્કી કરવામાં આવ્યાં છે. વડોદરા સંસ્કારીનગરી વડોદરામાં ઐતિહાસિક સુરસાગર તળાવમાં હવે બોટિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ અનેક તર્કવિતર્ક બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારી બતાવી છે. આ સેવામાં પાલિકાને આવકના 55 ટકા હિસ્સો આપનાર કોન્ટ્રાક્ટરના કામને દરખાસ્ત પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કમાણીના 55 ટકા હિસ્સો આપનાર કોન્ટ્રાક્ટરને કામ આપવા અંગે દરખાસ્ત 111 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર સુરસાગરની માધ્યમ આવેલ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ પ્રતિમામાં સોનાનું આવરણ ચઢાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ થતાં શહેરના નાગરિક કે અન્ય પર્યટક 50 રુપિયામાં સુરસાગર બોટિંગની મોજ માણી શકશે અને અદભુત સુરસાગરનો નજારો માણી શકશે.
1993 માં સુરસાગરમાં નૌકા દુર્ઘટના થઈ હતી ઉલ્લેખનીય છે કે વર્ષ 1993 માં સુરસાગરમાં નૌકા દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 38 વ્યક્તિ ભોગ બન્યા હતા. જેમાંથી 22 ના મોત નિપજ્યા હતા. ત્યાર બાદ ત્યાં બોટિંગ સેવા બિલકુલ બંધ કરી દેવાઇ હતી. 29 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ સેવા બંધ રહ્યા પછી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફરીથી બોટિંગ સેવા શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે અગાઉ વર્ષ 2009 માં પણ આ જ પ્રકારે બોટિંગ સેવા શરૂ કરવાની વાતો કરવામાં આવેલી. પરંતુ બોટિંગ સેવા હજુ સુધી થઈ નથી. ફરી એકવાર બોટિંગ સેવા શરૂ થશે એવો સવાલ તમામ નાગરિકોના મનમાં થઈ રહ્યો છે.