સાવલી પાસેના ગોઠડા ગામની સીમમાં સર્વે નંબર 528 અને તેના લાગું અને પૈકી નંબરના ખેતરમાં બિનજરૂરી પાણી ભરાઈ જતાં ડાંગર (ચોખા)અને દિવેલા કપાસના પાકને ભારે નુકસાન થયેલ છે જગતના તાત કહેવાતા ખેડૂતએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે એકતો કુદરતી આફત વારંવાર કમોસમી વરસાદથી મહામુસીબતએ બચવેલ તૈયાર પાક ગોઠડા બી/૩ જાવલા સબ,માઇનોર કેનાલના કુવામાંથી લીકેજના પાણી ખેતરમાં ફરી વળતા તૈયાર મહા મૂલો પાક ખોવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદાના અધિકારીને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કાઈ પણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું.
એક તો વારંવાર કમોસમી વરસાદ અને પડતા પર પાટું ગ્રામીણ કહેવતને સાર્થક કરતાં નર્મદાના નીરના આયોજન વગરના વહીવટના કારણે મહામેહનત ના તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે અને વાવણી કરેલાં દિવેલાની ખેતી ખરાબ થયાનું જણાવ્યું હતું.
Advertisement