Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

Share

વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈકાલે પકડાયેલો માસનો જથ્થો ગૌવંશનો હોવાનું ખુલતા આણંદના ત્રણ સપ્લાયર સહિત 8 જણા સામે ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.

નવાયાર્ડ રસુલજીની ચાલી વિસ્તારમાં ખાટકીવાડ નજીક ગાયના માસનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી ગઈકાલે સવારે શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળતા પોલીસ કંટ્રોલ રૂમે પીસીબી તેમજ ફતેગંજ પોલીસને જાણ કરી તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. જેને પગલે પોલીસે સામાજિક કાર્યકર નેહા પટેલને સાથે રાખી નવાયાડૅમાં દરોડો પાડ્યો હતો.

Advertisement

પોલીસે શટરવાળી દુકાનમાં તપાસ કરતા આયશા બેન ઉર્ફે ભૂરી નામની મહિલા પાસે ત્રણ પોટલા મળી આવ્યા જેની તપાસ કરતા તેમાં શંકાસ્પદ ગૌવંશનું 88 કિલો માસ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈશાક કુરેશી અને મજીદ કુરેશી (તમામ રહે નવા યાર્ડ) પાસે પણ ગૌવંશનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે, ટેમ્પો લઈ ડીલીવરી આપવા આવેલો ઐયુબમિયા મલેક (ફતેપુરા,બોરસદ,આણંદ) પણ ઝડપાઈ ગયો હતો.

પોલીસે 265 કિલો માસનો જથ્થો કબજે કર્યો હતો અને આ માસ ગાયનું છે કે કેમ તેની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. તેમનો અભિપ્રાય ગૌવંશ હોવાનો અભિપ્રાય આપતા મોડી રાતે ફતેગંજ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન નવા યાર્ડના યુસુફ કુરેશીનું નામ ખુલ્યું પરંતુ તે મળી આવ્યો ન હતો જેથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત માંસનો જથ્થો સપ્લાય કરનાર અનવર ઉર્ફે જીપ્સી કુરેશી, જીલાણી ઉર્ફે પંચર કુરેશી અને સિદ્દીક (ત્રણે રહે બોરસદ, આણંદ) ને પણ વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગઈ મોડી રાતે ગુનો નોંધ્યો છે.

પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન 264 કિલો ગૌવંશનું માસ, એક ટેમ્પો, 6 નંગ છરા, 4 વજન કાંટા, 4 નંગ માસ કાપવાના લાકડા, 7 નંગ જુદા જુદા વજનિયા અને 2 મોબાઈલ કબજે કર્યા હતા.


Share

Related posts

આપણા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કાગળ અને કાપડના રાષ્ટ્ર ધ્વજ ૨૬ મી જાન્યુઆરી નાં પૂર્વે માર્કેટમાં વેચાતા જોવા મળ્યા

ProudOfGujarat

બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

ProudOfGujarat

ગોધરા : R&B વિભાગ દ્વારા રસ્તાઓ અને પુલની કામગીરી ચકાસણી કરાઈ, જીલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!