Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેન સામે વૃદ્ધાએ પડતું મૂક્યું.

Share

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વૃદ્ધાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક અજાણ્યા વૃદ્ધાએ આવી રહેલી ટ્રેન સામે પડતું મૂકિને આપઘાત કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે, આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવાર સાંજે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે સમયે એક વૃદ્ધા સામાન્ય મુસાફરની જેમ આવ્યા અને જ્યારે ટ્રેન એકદમ નજીક આવી ત્યારે વૃદ્ધાએ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ જોઈ આસપાસ ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને લોકોના ટોળા એકત્રિત થયા હતા.જોકે, આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પોલીસને આ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વિજયનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ પરથી પડી જતા એક કામદારનું મૃત્યુ…

ProudOfGujarat

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

સુરત : માંગરોળના વાંકલ ખાતે મહિલાઓએ વડ સાવિત્રીનાં વ્રતની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!