Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ઢોર પાર્ટી ઉપર હુમલો કરી પકડેલી ગાયો મહિલાઓ છોડાવી ગઈ.

Share

વડોદરા શહેરના આજવા રોડ ખાતેના ક્રિશ્ના નગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટી ઉપર હુમલો કરી ગાય છોડાવી જનાર દાતરડા અને લાકડી સાથે ઘસી આવેલી ચાર અજાણી પશુપાલક મહિલાઓ વિરુદ્ધ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. હવે વિડીયો પુરાવા સામે આવતા પોલીસ સાંજ સુધીમાં આરોપીઓને જેલ ભેગા કરશે તેવી શક્યતા છે. દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ગઈકાલે રખડતા ઢોર પકડવા અંગેની આજવા રોડ કૃષ્ણનગર ખાતે કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ઢોર પાર્ટીના માણસોએ રસ્તા પર રખડતી ગાયને પકડતા ત્રણથી ચાર પશુપાલક મહિલાઓ હાથમાં દાતરડા અને લાકડી સાથે ઘસી આવી હતી. તેમની સાથે રહેલા અન્ય લોકોએ પણ પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલી, સરકારી કામગીરીમાં રોકાવટ કરી ગાય છોડાવી ગયા હતા.

ફરિયાદના આધારે બાપોદ પોલીસે ચાર અજાણી મહિલાઓ વિરુદ્ધ સરકારી કામમાં રુકાવટ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. હવે કોર્પોરેશન દ્વારા બનાવ સ્થળે થયેલી ઝપાઝપીના વિડીયો પુરાવા બાપોદ પીઆઇને સોંપવામાં આવ્યા છે. જેના આધારે હુમલાખોરોની ઓળખ થતા સાંજ સુધીમાં આરોપીઓની અટકાયતના અહેવાલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat

ઝઘડીયા પોસ્ટ ઓફિસનાં અંધેર વહિવટનાં કારણે ગ્રાહકોને હાલાકી.

ProudOfGujarat

ભરૂચ ખોડીયાર માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!