Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : જૈન મંદિરના કર્મચારી પાસેથી એક લાખની ખંડણી વસૂલવા કર્મચારીના ભાઈનું અપહરણ : પોલીસે ચાર અપહરણકારોની કરી ધરપકડ.

Share

ગુરુવારે રાતે વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ એસઆરપી ફસ્ટ ગ્રુપ નજીકના જૈન મંદિરમાં ફરજ બજાવતા કર્મચારી પાસેથી રૂપિયા એક લાખની ખંડણી વસૂલવા કર્મચારીના ભાઈનું ચાર યુવકોએ અપરણ કર્યું હતું જેની જાણ નવાપુરા પોલીસને થતા પોલીસે ચારે અપહરણકારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અપહરણની ગુથી ઉકેલી હતી.
પંચમહાલના મૂળ વતની અશોક પરમાર હાલ વડોદરા શહેરના આર વી દેસાઈ રોડ એસઆરપી ફસ્ટ ગ્રુપ નજીકના જૈન મંદિરમાં સેવાપૂજાનું કામ કરે છે ગુરુવારે બપોરે અશોક નાનો ભાઈ કલ્પેશને ઘરે મૂકી પત્ની પ્રેમીલા સાથે મોબાઈલ રિપેરીગ અર્થે મકરપુરા ગયા હતા જ્યાંથી પરત આવતા કલ્પેશ ઘરે જણાઈ આવેલ નહીં તેમજ ઘર ખુલ્લું હતું જેને લઈ કાંઈક ઘટના ઘટી હોવાનો અશોકભાઈને આશંકા થઈ હતી અને તરત કલ્પેશના મોબાઈલ પર સંપર્ક કરતા કલ્પેશનું રૂપિયા એક લાખની ખંડણી વસૂલવા અપહરણ થયાનું જણાઇ આવ્યું હતું મોબાઈલ ફોન પર સામે છેડેથી આશોકના મિત્ર દીપેશ બારીયાએ વાત કરી હતી અને રૂપિયા એક લાખની ખંડણીની માગણી કરી રૂપિયા નહીં મળે તો કલ્પેશને મારી નાંખકાની ધમકી આપી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કર્યો હતો જે અંગેની જાણ આશોકની પત્ની પ્રેમીલાબેન પરમારે નવાપુરા પોલીસ મથકે કરતા હરકતમાં આવેલ પોલીસે તપાસના ચક્રોગતિમાન કરી ગણત્રીબ કલાકોમાં અપહરણકાર દીપેશ બારીયાને ઝડપી પાડી કલ્પેશને મુક્ત કરાયો હતો તેમજ અન્ય ત્રણ અપહરણકારોને પણ ઝડપી પડ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જે જગ્યાએ હાલ અશોક પરમાર સેવા પૂજા નું કામ કરે છે તે કામ અગાઉ દિપેશ બારીયા કરતો હતો પરંતુ ટ્રસ્ટીઓ સાથે વાંકું પડતાં ટ્રસ્ટીઓએ દીપેશને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને દીપેશ પોતાની કામની જગ્યાએ અશોક પરમારને નોકરીએ મુકી આવ્યો હતો અને જે તે સમયે અશોકે નોકરીમાં મુકવા બદલ રૂપિયા આપવાની વાત કરી હતી જે રૂપિયા નહીં મળતા દીપેશ પોતાના ત્રણ સાગરિતો સાથે અશોકના ઘરે ગયો હતો પરંતુ અશોક નહીં મળતા અશોકના ભાઈ કલ્પેશને પોતાની સાથે લઈ આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનાં ખેડુતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાનાં ધારાસભ્યને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર: ત્રણ રસ્તા વિસ્તાર નજીક એકાએક મોટું વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!